પંચગવ્ય

પંચગવ્યનું મહત્વ

પંચગવ્યએ ગૌજન્ય પાંચ મુખ્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે – દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર.આ પાંચ ગૌજન્ય વસ્તુઓ ઔષધીય ગુણ ધરાવે છે અને ઘણી બીમારી તથા ત્રુટીઓને દૂર કરી શરીર ને સ્વસ્થ બનાવની ક્ષમતા ધરાવે છે. આ પાંચ વસ્તુઓ એકલી અથવા એક-બીજા સાથે કે પછી આવી અન્ય ઔષદીય ગુણ ધરાવતી વનસ્પતિ-જન્ય વસ્તુ સાથે  મેળવીને અન્ય અસરકારક ઔષધિ બનાવવામાં આવે છે. આ પ્રકારના ઈલાજ ને પંચગવ્ય કહે છે. એલોપથિક, હોમિયોપેથીક અને આયુર્વેદી ની જેમજ પંચગવ્ય પણ એક શરીર સ્વસ્થ રાખવા તથા રોગોના ઈલાજ કરવાની એક પદ્ધતિ છે. પંચગવ્ય નો ઉપયોગ વૈદિક પુરાણો માં (ચરક સંહિતા તથા ગડ નિગ્રહ) માં અનેક પ્રકારની ઔષધિઓ બનાવામાં થયો હોય એવું જોવા મળે છે. પંચગવ્ય તથા અન્ય ગૌજન્ય વસ્તુઓનો ઉપયોગ આયુર્વેદ માં ઘણા રોગો જેવા કે – પાચન, અસ્થિરોગ, ચર્મ-રોગ, મધુપ્રમેહ, અમ્લપિત્ત, શ્વેત કૃષ્ઠ, મૂત્રપિંડ સંબંધિત રોગો, શ્વાસ રોગ, ઇત્યાદિ – ને મટાડવામાં થતો જોવા મળેલ છે.

૨૦૦૮ ની સાલ માં પંચગવ્ય ને ચિકનગુનિયા ના રોગમાં પણ દવા તરીકે અસરકારક થયેલ સાબિત થયું છે. ગૌમૂત્ર નો ઉપયોગ માથામાં નાખવાનું તેલ, શેમ્પુ, સ્કિન ક્રીમ, વિગેરે બનાવામાં તથા ગાયના ગોબર નો ઉપયોગ સાબુ, નાક નું સ્પ્રેય, શરીરે લગાવવાનો પાવડર, બોડી ક્રિમ, દંતમંજન, ઇત્યાદિ તરીકે પણ થાય છે.