ગૌશાળા માં જીવન

દુધાળ ગયો, ગાભણ ગાયો, વેતરની ગયો, નંદી, તથા વાછારડા અલગ-અલગ શેડ માં સાથે રાખવામાં આવેલ છે. ગાયો , નંદી તથા વાછડાં મુક્ત રીતે હરિ-ફરી શકે તેવા શેડની રચના કરેલ છે. વિવિધ-પ્રકારની ટીમ સાફ-સફાઈ, ઘાસ-ચારો કાપવામાં, ઘાસ-ચાર ની તૈયારીમાં, દૂધ કાઢવામાં, પંચગવ્ય બનાવવામાં તથા નાના-પાયે ખેતી કામ માં પરોવાયેલી રહે છે.  

સામાન્યતઃ ગૌશાળા માં જનજીવન સવારે વહેલા ૪  વાગ્યે બ્રહ્મમુહૂર્તંમાં જાગૃત થઇ જાય છે. ગૌપાલકો ગાયોને ઘાસ-ચારો આપે છે તથા ગાયોના શેડની સાફ-સફાઈ શરુ કરી દે છે. અન્ય ગૌપાલકો ગાયોના વાછડાને ગાયો પાસે લાવે છે અને ગાયોને દોહવાનું કામ શરુ કરી દે છે. બ્રહ્મમુહૂર્તંમાં એક-પછી-એક દુધણ ગાયો નું દોહવાનું કામ શરુ થાય છે અને ગૌશાળા વાંસળીના મધુર અવાજ થી ગુંજી ઉઠે છે. ગૌશાળા દૂધ દોહવામા “દોહન” ક્રિયાને અનુસરે છે – તે અનુસાર ગાય ના માત્ર બે આંચળ માંથી જ દૂધ દોહવામા આવે છે અને બાકીના બે આંચળનું દૂધ વાછરડા માટે છોડી દેવામાં આવે છે, કારણ કે ગાયના અડધા દૂધ પર તેના વાછરડાનો હક્ક છે. આ રીતેદોહેલું દૂધ ભેગું કરી બોટલ માં પેક કરવામાં આવે છે અને ગ્રાહકો ને પહોંચાડવાનું કામ સવારે ૭ વાગ્યે શરુ થઇ જાય છે અને ૯ વાગ્યા સુધી માં તાજું દૂધ ગ્રાહકો સુધી પહોંચી જાય છે.     

આને સમાંતરે એક ટીમ પવિત્ર ગૌજન્ય પદાર્થો – દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર – માંથી પંચગવ્ય બાવવાનું શરુ કરે છે. આરોગ્યગ માટે જાગૃત લોકો સવારે ગૌશાળા મેં પંચગવ્ય ના સેવન માટે નિયમિત પણે આવે છે. 

તે દરમિયાન, અન્ય ગાયો કે જે દૂધ નથી અપાતી કે પછી જે ગાભણ નથી, વાછડાં, વોડકી, વિગેરેને સૂચિ અનુસાર ઘાસ-ચારો આપવામાં આવે છે. ગાય, નંદી અને વાછડાને પૌષ્ટિક ઘાસ-ચારો તથા ખાણ-દાણ આપવામાં આવે છે. ગૌશાળા ગીર ગાયોના સંવર્ધન માં માનતી હોઈ, કોઈ પણ પ્રકારની ગાય, નંદી કે વાછારડાની ગમે તેવી સ્વસ્થ હાલતમાં કતલખાનામાં મોકલવામાં આવતા નથી, બલ્કિ કોઈ પણ પ્રકારના સ્વસ્થ / દૂધ ઉત્પાદન ક્ષમતા / મોટી ઉંમર ની બાબતમાં ભેદ-ભાવ રાખ્યા સિવાય ગાયોની માવજત થાય છે.

સવારના દોહવાના, ઘાસ-ચારો ખવડાવના, પંચગવ્ય, વિગેરે કામ પત્યા પછી ટીમ છાસ, દહીં અને ઘી બનાવવાનું કામ શરુ કરે છે. બપોરનો સમય આરામ નો સમય હોઈ આ સમયે ગૌશાળા શાંત જણાય છે.

ફરીથી સાંજ પડ્યે બ્રહ્મમુહૂર્તંમાં (૪ થી ૬ વાગ્યાની વચ્ચે) દૂધ દોહવાનું, કામ વાંસળી ના સુર વચ્ચે શરુ થઇ જાય છે, અને સમાંતરે ટીમ ઘાસ-ચારો આપવાનું, ગૌશાળાની સાફ-સફાઈ, વિગેરે કામ શરુ કરી દે છે. ફરીથી ભેગું થયેલું દૂધ બોટલ માં પેક કરીને ગ્રાહકો ને પોંહચાડવામાં આવે છે.

સવારમાં થતી મોટાભાગની બધીજ ક્રિયાઓ સાંજે પુનરાવર્તિત થાય છે. દોહન, ગૌશાળા સાફ-સફાઈ ની જેમ સવારના સમયમાં આવતા ઘણા દર્દીઓ ચિકિત્સાલયમાં સાંજે પણ આવે છે. સવાર-સાંજ બ્રહ્મમુહૂર્તંમાં ગાયોના તથા વાછરડાના હણહણવાનો મધુર અવાજ અનુભવાય છે.

સમયાંતરે રસીકરણ અને સ્વાસ્થ્ય જાંચ એક એવી ક્રિયા છે જે ખુબ જ ધ્યાન પૂર્વક અનુસરાય છે. નવજાત વાછરડા અને ગાભણ ગાયો નું વિશેષ ધ્યાન રખાય છે. તેમનો ઘાસ-ચારો અને ખોરાક ખુબ સાવચેતીથી અને પૂરતી માત્રામાં અપાય છે.