ગૌશાળાનું મહત્વ
- ગૌશાળાનું મહત્વ બહુ-પરિમાણીય છે.
- સ્નેપશોટમાં, અમે ચર્ચા કરીશું:
- સંસ્કૃતિક:વેદ અને પૌરાણિક કથાઓ જેવા પ્રાચીન સાહિત્યમાં મળેલ મહત્વ
- આર્થિક: ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા માટે મહત્વ
- આરોગ્ય: ગાય ઉત્પાદનોના ઔષધીય ગુણધર્મોને કારણે મહત્વ
- રાષ્ટ્રીય:: તે રાષ્ટ્રની પ્રગતિ માટે કરી શકે છે તે યોગદાન
સહજનંદ ગીર ગૌશાળા અને ગૌ-સંવર્ધન ટ્રસ્ટ (એસ.જી.જી.) સુરત શહેરમાં તાપી નદી ના કિનારે આવેલ છે. અમારે ત્યાં ૨૦૦ કરતા પણ વધારે દેશી ગીર નસલ ની ગાયો વસે છે. અમારી ગૌશાળામાં આ પવિત્ર ગયો ના સંવર્ધન ના અમારા પ્રયન્તોમાં અમે ગર્વ અનુભવીએ છીએ. અમારી ગૌશાળા નો હેતુ માત્ર શુદ્ધ ગીર ગાયોના સંવર્ધનનો જ નહિ પરંતુ ગૌજન્ય વસ્તુઓ ના ઉત્પાદનોના વપરાશને વધારવાનો પણ છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી અને મહત્વની છે; અને આ પવિત્ર ગાયોના સંવર્ધન માટે જાગૃતિ ફેલાવવાનો છે.
ગૌશાળા ૫ વીઘા ખેતી-લાયક જમીન પર ફેલાયેલી છે અને અહીં ગાયો ના રહેવાના શેડ, નંદી અને વાછારડા ને રહેવાના શેડ, ઘર-ચારો સંગ્રહ કરવાના શેડ, દૂધજન્ય વસ્તુઓ બનાવવાના અને સંગ્રહ કરવાના રૂમ, તથા પંચગવ્ય ચિકિત્સાલય છે.
ગાયોનું દૂધ બોટલ માં પેક કરીને ગ્રાહકોને સીધું પોંહચાડવામાં આવે છે. દૂધનો તરત વપરાશ ઘી તથા પંચગવ્ય બનાવામાં પણ થાય છે.
ગ્રાહકોને શુદ્ધ દૂધ, ઘી તથા છાસ આપીને ગૌશાળા ગીર જાતિની ગાયોના સંવર્ધનનો પૂરો પ્રયાસ કરે છે; તથા પંચગવ્ય જેવી ગૌજન્ય ઔષધિઓ બનાવી અને આપવાની દિશામાં પણ કામ કરે છે.
ફ્રેશ શું છે
આપનો કુટુંબ અમારાથી
તેમ છતાં કોઈપણ સસ્તન દૂધ પેદા કરી શકે છે, વેપારી ડેરી ફાર્મ ખાસ કરીને એક પ્રજાતિઓના સાહસો છે. વિકસિત દેશોમાં ડેરી ખેતરોમાં ખાસ કરીને ઉચ્ચ ઉત્પાદક ડેરી ગાયનો સમાવેશ થાય છે.