ભારતમાં ગાય ની કુલ ૪૦ નસલો જોવા મળે છેતે પૈકી ગીર, કાંકરેજ અને ડાંગીએ ગુજરાતીની સુધી જૂની નસલો છે. ગીર ગાય તેની કેટલીક વિશેષ લાક્ષણિકતાઓ ને લીધે વધુ પ્રચલિત છે; જેમ કે – વધુ દૂધ ઉત્પાદન ક્ષમતા, વહેલા પુખ્ત થવું, નિયમિત વિયાંજણ, વિગેરે. ભારતમાં ગીર ગાયો ગુજરાત સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તથા કર્ણાટક રાજ્યોમાં લોકો ઉછેરી રહ્યા છે. પરિસ્થિતિ અને આબોહવાને અનુકૂળ થવાના તથા મજબૂત બંધ ને લીધે ગીર ગાયની નસલ પોતાનું આગવું સ્થાન બનાવી ચુકી છે.
કાઠિયાવાડી, સોરઠી, દેશી, દેશણ, ભોડલી, વિગેરે જેવા નામ થી ઓળખાય છે. મૂળ રૂપે ગીર ગયો નું ઉત્પત્તિ સ્થાન ગીર જંગલ તથા તેની આસપાસ નો વિસ્તાર મનાય છે, જેના પરથી “ગીર” નામ અપાયું છે. સૌરાષ્ટ્ર ભૌગોલિકતા ની દૃષ્ટિએ એક વિશેષ પ્રદેશ છે – આબોહવા અને વનસ્પતિ – માધ્મ વરસાદ, વિષમ આબોહવા, ઓછા પાણીથી ઉગતા ધાન્યો, અને વનસ્પતિ.