દોહન

સામાન્ય રીતે ગર્ભ-ધારણ સમય ગાળો ૯ મહિના નો હોય છે (૨૫૭ થી ૩૭૮ દિવસનો સમય ગાળો).

વાછરડાના જન્મ અને ત્યાર પછીના ગર્ભધારણ વચ્ચેના સમય ને વેતર સમય કહે છે. ગાયોના વેતરના દૂધ ની ઉત્પાદન ક્ષમતા ૬૦,૦૦૦ થી ૭૦,૦૦૦ કિગ્રા હોઈ શકે છે. શરૂવાત ના ૫ વેટર સુધી દૂધ ઉત્પાદન ક્ષમતા માં વધારો થાય છે.વેતર માં મહત્તમ દૂધ ઉત્પાદન પ્રાપ્ત કાર્ય પછી દર અઠવાડિયે ૨% થી ૨.૫% ના દરે દૂધ ઉત્પાદન ઘટતું જાય છે.ઉનાળા માં ગરમી અને લીલા ચાર ના અભાવે દૂધ ઉત્પાદન ઓછું રહે છે. ઠંડી પહેલાના મહિના માં વિયાંઝન અપાતી ગયો વેતર માં વધુ દૂધ આપે છે.

બે વેતર વચ્ચેનો એવો સમય જે દરમિયાન ગાય ની દૂધ ઉત્પાદન ક્ષમતા બંધ થઇ જાય છેતેને વસુકેલ સમયકહે છે.

વાછરડાના જન્મ પછીનો સમય જે દરમિયાન ગાય દૂધ આપે છેતેને દુધાળ સમય ગાળોકહે છે. સામાન્ય રીતે આ સમય ગાળો ૨૫૭ થી ૩૭૮ દિવસનો હોય છે.

ગીર ગાય માં પ્રથમ વિયાણ ૪૪ માસથી ઓછી ઉંમર માં અને બે વિયાણ વચ્ચે ૧૪ માસનો સમય રાખવો યોગ્ય મણિ શકાય.

દરરોજ ના દૂધ ના બંધારણ અને ઉત્પાદકતા માં ફેરફાર માટે ઉત્તેજના / ઉશ્કેરાટ / ભય, ઋતુકાળ, અપૂરતું દોહન, રોગ, અપૂરતું પોષણ, તાણ અને સંલગ્ન બાબતો જવાબદાર છે.

દોહન સામાન્ય રીતે દિવસ માં બે વખત (સવારે અને સાંજે) ૪ થી ૬ ના સમય માં કરવામાં આવે છે.દોહન પેહલા આંચળને પાણીથી સાફ કરવામાં આવે છે.ગીર ગાય ને દોહન માટે વાછરડું ધરાવવું જરૂરી છે. મોટે ભાગે દોહન પછી પારહો મૂકે એટલે વાછરડું ગાયની આગળ બાંધીને દોહન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે “દોહન” મતલબ ગાય ના ચાર આંચળ માંથી માત્ર બે જ આંચળમાંથી દૂધ દોહવું, અને બાકીના બે આંચળ પર તેના વધારદાનો હક્ક હોઈ વાછરડાના ભાગનું દૂધ વાછરડાને જ પીવા દેવું. ગીર ગાયમાં વાછરડા પ્રત્યે આત્મીયતા વધારે હોય છે.બે દોહન વચ્ચે નો આદર્શ સમયગાળો ૧૨ કલાક નો રાખવો જોઈએ.