પ્રસ્તાવના

ઋષિમુનિઓ ના દિવ્યધાય અને કૃષિપાલકો ના આથાગ પ્રયત્નો એ આ સંસ્કૃતિ ને મજબૂત અને મહાન બનાવી છે – એમ કહેવામાં કોઈ સંકોચ નથી. ભારતીય સંસ્કૃતિ માં ગાય ને માતા તથા દેવી નો દરજ્જો મળેલ છે – જેનું કારણ ગાય ના દિવ્ય ગુણો તથા વિવિધ ગૌ-પેદાશો ની માનવ-જીવન ની ઉન્નતિ માં અમૂલ્ય ભાગ છે. ગાય ના દૂધ, દહીં, ઘી, ગૌ-મૂત્ર તથા ગોબર – માં વિવિધ પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે.    

પશુપાલન ૭૦૦૦ વર્ષ થી પણ વધારે જૂનો વ્યવસાય છે. અદિકાળ માં ગૌવંશજો નો વારસો તથા વિવિધ પુસ્તકો તથા લેખોમાં ગૌવંશનું વર્ણન એ ભવ્ય ગૌવંશ સંસ્કૃતિનો પરિચય આપે છે. “બોસ ઈન્ડિકસ” (ખૂંધ વાળા) ગૌવંશ નો ઉલ્લેખ “મોહેંજો-દરો” ના કાળની સંસ્કૃતિમાં અને “બોસ ટોરસ” (ખૂંધ વગરના) ગૌવંશ નો ઉલ્લેખ પ્રાચીન યુરોપીઅન સંસ્કૃતિમાં જોવા મળેલ છે.આજ નું ગૌવંશ “બોસ ટોરસ” (ખૂંધ વગરના) તથા “બોસ ઈન્ડિકસ” (ખૂંધ વાળા) માંથી ઉત્પન્ન કરવામાં આવેલ છે.”બોસ ઈન્ડિકસ” (ખૂંધ વાળા) ગૌવંશ “ઝેબુ” તરીકે પણ ઓળખાય છે, જેને અફઘાનિસ્તાન, સિંધ અને બલુચિસ્તાન માં ઈ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષથી પાળવામાં આવતા હોય એમ વિવિધ રિસર્ચ માં જણાયું છે.ભારત માં આ ઝેબુ ગૌવંશ ને આર્યો ઈ.સ. પૂર્વે ૨૦૦૦ થી ૧૫૦૦ વર્ષ પેહલા લઈને આવ્યા હોવાનું જણાય છે. આ ગૌવંશ આર્યો ની વસાયત ની સાથે-સાથે ભારત દેશ માં વિવિધ સ્થળે પ્રસર્યું એમ મનાય છે.ભારતીય ગૌવંશ ખૂંટ ધરાવે છે. અને આ ગૌવંશ પરિસ્થિતિ અને આબોહવા ને અનુકૂળ શરીર નો બાંધો ધરાવે છે. ભારતીય ગૌવંશ ગરમ વાતાવરણ માં સરળતાથી અનુકૂળ થઇ જાય છે, જેનું કારણ એમની ચામડી નીચે આવેલી મોટી સંખ્યાની પ્રસ્વેદ ગ્રંથિઓ છે. આ ગ્રંથિઓ ગરમી, તથા વિવિધ રોગો સામે પ્રતિકારક શક્તિ આપે છે. 

ભારત માં શાહીવાલ, રેડ સિંધ, ગુરુ, થરપાકાર અને રાઠી – એ દુધાળ ગૌ-નસલો છે. બીજી બાજુ, કાંકરેજ, ક્રિષ્ણાવેલી, મેવાતી, ઓંગોલ, દેવાની તથા હરીયાણી એ દ્વિ-હેતુ નસ્લો છે. દ્વિ-હેતુ નસલો દૂધ ઠીક આપે છે પરંતુ આ નસલો ના બળદ સારી પરિવહન ક્ષમતા ધરાવે છે. આ સિવાય અમ્રીતમહાલ, બેચુર, નાગોરી, ડાંગી, વિગેરે નસલો ની ગાયો ખુબ ઓચ્છુ દૂધ આપે છે પરંતુ આ નસલ ના બળદ ખુબ મજબૂત હોઈ ભાર-વાહન તથા ખેતી માં ખુબ અસરકારક હોય છે. 

ભારત વિશ્વ માં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. પરંતુ દેશ ના કુલ દૂધ ઉત્પાદન માં દેશી ગાયોના દૂધ નો ફાળો ૨૫% કરતા પણ ઓછો છે. દેશ માં શુદ્ધ નસલ ની ગાયો કુલ ગયો ના માત્ર ૨૪% જ છે. સંવર્ધન માળખાના અભાવે તથા દેશી નસલો ના જર્સી અને એચ.એફ. (વિદેશી નસલો) નસલો સાથેના સંકર સંવર્ધનના કારણે ઘણી મોટી સંખ્યામાં સંકર જાતિ ની નસલો જોવા મળે છે. ગીર અને કાંકરેજ ગયો છેલ્લી બે સદીઓથી વિશ્વના ગૌપાલકો તથા ડેરી ઉદ્યોગો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. દક્ષિણ અમેરિકા ના બ્રાઝીલ, વેનેઝુએલા, કોલંબિયા, આર્જન્ટિના, મેક્સિકો, ઇત્યાદિ દેશો માં ભારતીય ગૌવંશનું પ્રાધાન્ય, યુરોપીઅન ગૌવંશ સામે સ્પર્ધાત્મક રીતે વધી રહ્યું છે, કારણ કે તે વધુ નફાકારક હોઈ દેશની આર્થિક પ્રગતિને મજબૂત બનાવી રહી છે.